Posts

Showing posts from August, 2024

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

Image
                                    ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #gujarat...

Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

Image
 Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ 'મહિલા નેતૃત્વ દિવસ' ઉજવણી વિશેષ લેખ શ્રેણી:- કડજોદરા ગામની બાલિકા સરપંચ  દિયા મહિલા આઇ.પી.એસ બનવા માંગે છે : 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક  કાલ્પનિક વિચાર જ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.'- દિયા ત્રિવેદી ગાંધીનગર,શનિવાર ‘નારી વંદન ઉત્સવ’ના ચોથા દિવસે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરવાનો અવસર. આ અવસરે આપણા ઇતિહાસ પર નજર દોડાવીએ તો ભૂતકાળ નારી નેતૃત્વ અને શૌર્યથી ભરેલી અનેક ગાથાઓ થકી સમૃધ્ધ જોવા મળે છે. જે એ વાતની સાક્ષી છે કે નારીમાં નેતૃત્વના ગુણ હંમેશા રહેલા છે. જરૂર છે માત્ર એક અવસરની.  આજ વાતને અનુલક્ષીને નેતૃત્વના ગુણને બાળપણથી જ વિકસાવવા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા પૈકી દહેગામ તાલુકાના ૯૩ માંથી ૮૮ ગામોમાં, કલોલના ૫૫ ગામમાં, ગાંધીનગર તાલુકાના ૬૦ માંથી ૫૮ ગામ તથા માણસા તાલુકાના ૮૧ માંથી ૬૧ ગામ મળી કુલ ૨૬૨ ગ્રામ પંચાયતોમાં મહિલા અને બાળ વિકાસ વિભા...