ઈતિહાસ તાનારીરી મહોત્સવ :-

 ઈતિહાસ તાનારીરી મહોત્સવ :-

                           એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઇની શમિૅષ્ટા . શમિૅષ્ટાની બે પુત્રીઓ તાના અને રીરી. જે વડનગરમાં રહેતી હતી. -> એક સુપ્રસિદ્ધ ઘટનાને કારણે તાના-રીરી નું નામ સંગીતના ઇતિહાસમાં અમર કયુૅ છે.

ઈતિહાસ:-

           અકબરની શાહજાદી(રાણી)એ એકવાર મિયાં તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ કરી. તાનસેને આનાકાની કરી અને કહ્યું. દીપક રાગ ગાવાથી ગાયકના શરીરમાં દાહ(અગ્નિ) થાય છે. તેનું શમન મલ્હાર રાગથી જ થઈ શકે. પરંતુ શાહજાદી(રાણી)ની હઠ સામે તાનસેને છેવટે દિપક રાગ ગાયો કરો. પરંતુ તેના શરીરમાં દાહ પ્રગટ્યો. -> તાનસેન મલ્હાર રાગ ગાઇ શકે એવી ગાયકની શોધમાં આગ્રાથી પ્રયાણ કરી વડનગર આવી પહોંચ્યો.( તે સમયે વડનગર શાસ્ત્રીય સંગીત અને અન્ય કળાના ક્ષેત્રે વડનગર ઊંચી પ્રતિષ્ઠા ધરાવતું હતું ‌) -> તાનસેન વડનગરના શમિૅષ્ટાતળાવ પર ગયો. તે વખતે તાના-રીરી ત્યાં પાણી ભરવા ગયેલી ત્યારે તાનસેને જોઈને બંને બહેનો સમજી ગઈ કે દીપક રાગથી પીડાઈ રહ્યો છે. આ વાત ઘરે જઇને તેમને પિતાને કહી. તાનારીરીના પિતા તાનસેને મળ્યા. તેની કથની સાંભળી દુઃખી થાય અને વચન આપ્યું મારી દીકરીઓ તને આ પીઠમાંથી મુક્ત કરશે. નગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તાના-રીરી મલ્હાર રાગ રજૂ કર્યો ‌ રાગ જેમ-જેમ ગવાતો ગયો તેમ - તેમ આકાશમાં વાદળાં ધેરાતાં ગયાં. અને જોતજોતામાં મુશળધાર વરસાદ નગર પર તૂટી પડ્યો. તાનસેન દાહ માંથી મુક્ત થયો. -> તાના-રીરીના પિતાએ વચન માગ્યું. તેમના વિશેની કોઈ વાત બાદશાહને કેવી નહીં. પરંતુ તાનસેન બાદશાહનાં દરબારમાં પહોંચ્યો તો તેના પર અકબરે રહસ્ય કહેવા માટે ફરજ પાડી. બંને બહેનોને અકબરે દરબારમાં રજૂ કરવા આદેશ કર્યો. પણ ડરની મારી બંને બહેનોએ જળ સમાધી લીધી. આજે પણ તાના-રીરીની સમાધિઓ છે.

           હજી પણ વડનગરમાં તાનારીરી મહોત્સવ  ઉજવાય છે.

Comments

Popular posts from this blog

વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.