ગોંડલ નરેશ ભગવતસિંહ, ભગા બાપુ : gonadal Naresh bhagavatsinh, bhaga bapu
ગોંડલ નરેશ ભગવતસિંહ, ભગા બાપુ : gonadal Naresh bhagavatsinh, bhaga bapu
ગોંડલનરેશ ભગવતસિંહ ( ૧૮૬૫ -૧૯૪૪ )
સાંસ્થાનિક ગુજરાતના કેટલાક શાસકોનું આજે ય પ્રજા આદરપૂર્વક સ્મરણ કરે છે તે પૈકીના એક ગોંડલનરેશ ભગવતસિંહ સંગ્રામસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે .
ધોરાજીમાં જન્મેલા ભગવતસિંહ માત્ર ૪ વર્ષની વયે ગોંડલના બાળરાજા બન્યા હતા ,તેજસ્વી શેક્ષણિક કારકિર્દી ધરાવતા ભગવતસિંહના હાથમાં ૧૮૮૪મા ગોંડલ રાજ્યના સત્તાના સુત્રો આવ્યા ત્યારથી લઇ લાગલગાટ ૭૫ વર્ષ સુધી ગોંડલ રાજ્યનું નેતૃત્વ કર્યું હતું ,જે કદાચ ભારતના વહીવટી ઇતિહાસમાં કીર્તિમાન હોઈ શકે !
પોણી સદીના શાસનકાળમાં ભગવતસિંહે "સર્વજન હિતાય ,સર્વજન સુખાય :" નો આદર્શ ચરિતાર્થ કર્યો હતો .તેમના માટે કહેવાતું કે બીજા દેશી રાજ્યો કયો નવો કર નાંખવો તેનો વિચાર કરતા રહે છે
ત્યારે ગોંડલ રાજ્ય કયો કર રદ કરવો તે વિષે વિચારતું હતું .
ભગવતસિંહ રાજ્યના કિસાનોને " સોનાના ઝાડ" કહેતા હતા .કૃષિ ઉપરાંત શિક્ષણ ,બાંધકામો ,બાગ-બગીચાઓનું નિર્માણ ,રેલ્વે લાઈન અને વાહનવ્યવહાર વગેરે દિશામાં તેમના શાસનમાં અભૂતપૂર્વ વિકાસ થયો હતો .
. શિક્ષણ અને સશોધનમાં ઊંડી રુચિ ધરાવતા ભગવતસિંહે " દિ જર્નલ ઓફ એ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ " અને " એ હિસ્ટરી ઓફ આર્યન મેડીકલ સાયન્સ " જેવા ગ્રંથો લખ્યા છે ."ભગવત ગો મંડળ "ના પ્રેરક -પ્રયોજક તરીકે પણ તેઓ ચિરસ્મરણીય રહેશે .
દેશ-વિદેશની યુનિ.ઓ અને બ્રિટીશ સરકારે ભગવતસિંહની સંશોધનપ્રવુતિઓ અને પ્રજાકલ્યાણની ભાવનાને અનેકવાર સન્માની હતી .ગોંડલમાં ભગાબાપુ તરીકે પ્રસિદ્ધ થયેલા ભગવતસિંહજીનું ૯ માર્ચ ૧૯૪૪ના રોજ અવસાન થયું હતું .
લેખક : અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર, અમદાવાદ,૨૪ ઑક્ટોબર ૨૦૧૮
Comments
Post a Comment