ઇતિહાસ ચાંપાનેર |History of chanpaner

 ઇતિહાસ ચાંપાનેર |History of chanpaner 

ઇતિહાસ ચાંપાનેર શહેરની આસપાસ વણાયેલો છે.

વલ્લભીનો શિલાદીત્ય 5 માના સંવત 404-441( ઇ.સ.348-385)ના તામ્ર લેખમાં ગોધરા હક એટલે હાલના ગોધરા ખાતે નંખાયેલી વિજય છાવણીનો ઉલ્લેખ છે. અણહીલવાડના પ્રથમ રાજ્યકર્તા વનરાજના રાજ્યકાળ દરમ્યાન સાતમી સદીમાં( ઇ.સ.647માં) ચાંપાનેરની સ્થાપના થઇ હોવાનું કહેવાય છે. તેરમી સદીના અંતમાં (1297માં) અલાઉદ્દીન ખીલજીની સરદારી હેઠળના મુસલમાનો ખીચીવાડાથી પાછા હઠતા, ચૌહાણો આ દેશના રાજ્યકર્તા બન્યાં.સને 1484માં મહંમદ બૈગડાએ ચાંપાનેર જીતી લીધું. ત્યાં સુધી ચૌહાણોની સત્તા ચાલુ રહી હતી. મિરત-એ-સીકંદરી( ઇ.સ.1611)ના લેખકે આ પ્રદેશના ફળોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આખી સલ્નતમાં આપણા દેશની કેરી સર્વશ્રેષ્ઠ ગણી છે. ઘર બાંધવામાં વાપરી શકાય એટલો ચંદનના લાકડાનો જથ્થો હોવાનું જણાવ્યું છે. મોગલ શહેનશાહના અમલ દરમ્યાન (ઇ.સ.1573-1727) ગોધરાએ જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. વોટસને ગુજરાતના ઇતિહાસમાં જણાવ્યું મુજબ 17મી સદીમાં તેનો જંગલી હાથીઓના શિકારના પ્રદેશ તરીકેનો ઉલ્લેખ છેસને 1727માં કાંન્તાજી કદમ બાંડેના પાલક પુત્ર કૃષ્ણાજીએ ચાંપાનેર પર હુમલો કર્યો અને નિયમિત ખંડણી ઉઘરાવી. 18મી સદીના વચગાળામાં સીધીયાએ ચાંપાનેર કબ્જે કર્યુ. તથા પંચમહાલને પોતાના રાજ્ય સાથે જોડી દીધું. ત્યાં સુધી આ પ્રદેશ કૃષ્ણાજીના તાબામાં રહ્યો એમ જણાય છે.જો કે ઇ.સ.1803માં અંગ્રેજોએ પાવાગઢનો કીલ્લો જીતી લીધો. છતાં આ જીલ્લાના પ્રદેશનો કબ્જો લેવા કે તેનો વહીવટ કરવા તેમણે કોઇ પ્રયત્ન કર્યો નથી. તે પછીના વર્ષમાં આ કિલ્લો પણ સિધીયાને પાછો સોપવામાં આવ્યો હતો. ઇ.સ.1853માં આ જીલ્લો અંગ્રેજોને સોપાયો ત્યાં સુધી એ કિલ્લો સીધીયાની પાસે રહ્યો. ઇ.સ.1858માં ઓકટોમ્બરમાં નાયકા નામની અત્યંત ઘાતકી આદિવાસી ટોળીએ રુપા અને કેવળ નાયકાની આગેવાની હેઠળ અંગ્રેજોની સામે બળવો પોકાર્યો. પણ તેમાં તે સફળ થયા નહિ.બિટિશ અમલ હેઠળ પંચમહાલ જીલ્લો મુંબઇ પ્રાંતનો ભાગ બન્યો.નવેમ્બર1956માં રાજ્યનું પુનઃ સંચાલન થતાં મુંબઇ રાજ્યના ભાગનું વિભાજન વિદર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયુ હતુ અને બૃહદ દ્વિભાષી રાજ્યનો પંચમહાલ જીલ્લો એક ભાગ બન્યો.છેલ્લે 1લી મે 1960ના રોજ મુંબઇ રાજ્યનું વિભાજન થતા ગુજરાત તથા મહારાષ્ટ્ર અલગ અલગ અસ્તિત્વમાં આવ્યાં. આ તારીખથી પંચમહાલ જીલ્લો ગુજરાત રાજ્યના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યું.

આબોહવા

આ જિલ્લાની આબોહવા સામાન્ય રીતે ગરમ છે . માર્ચથી જુન માસ સુધી ઉનાળા દરમિયાન અતિશય ગરમી પડે છે. જયારે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો સમસ્ત જિલ્લામાં ચાલુ રહે છે.

જોવાલાયક સ્‍થળો

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ પર્વત પર પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર, ગોધરા તાલુકામાં ટુંવા ગામ પાસે ગરમ પાણીના કુંડો, કડાણા તાલુકામાં આવેલ કડાણાડેમ તથા શહેરા તાલુકામાં પાનમડેમ અને મરડેશ્વર મહાદેવ મંદિર જોવા લાયક સ્થળો છે. સંતરામપુર તાલુકામાં માનગઢ ઐતિહાસિક તેમજ આદિવાસી સાંસ્કૃતિક સ્થળ છે. તદઉ૫રાંત કાલોલ તાલુકામાં સુરેલી ગામ પાસે ગુપ્તેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર તથા ખાનપુર તાલુકામાં કલેશ્વરી મુકામે પ્રાચીન અવશેષો જોવાલાયક છે.

તાલુકા પંચાયત

ક્રમ તાલુકાનું નામ

​૧. ઘોઘંબા

૨. ગોધરા

૩. હાલોલ

૪. જાંબુધોડા

૫. કાલોલ

૬. મોરવા (હડફ)

૭. શહેરા

૧. ઘોઘંબા


ધોધંબા તાલુકા અક્ષાંશ - ૨૨.૩૪ , રેખાંશ - ૭૩. ૭૧પર આવેલુ છે. ધોધંબા માં કુલ વસ્‍તી ૧૭૯૬૫૯ , જેમાં ૫રૂષ : ૯૨૬૮૨, અને સ્‍ત્રી : ૮૬ ૯૭૭છે. ધોધંબા માં જોવાલાયક સ્‍થળ માંબાકરોલ થી પોયલી ડુંગર જવાય છે. સુંદર ડુંગરમાં હાથણી માતાનું મંદિર આપવેલ છે. આ સ્થળે કેટલાંક પ્રવાસીઓ પીકનીક ગોઠવી દર્શન કરી અડદની દાળ ને પાનીયાનું ભોજન લઇ ધન્થાતા અનુભવે છે.

નદીઓ ગોમા તેમજ કરાડ.


==>જોવાલાયક સ્‍થળ


૧. હાથણી માતાનું મંદિર પોયલી


બાકરોલ થી પોયલી ડુંગર જવાય છે. સુંદર ડુંગરમાં હાથણી માતાનું મંદિર આપવેલ છે. રવિવાર (માતાજીનો દિવસ). આ સ્થળે કેટલાંક પ્રવાસીઓ પીકનીક ગોઠવી દર્શન કરી અડદની દાળ ને પાનીયાનું ભોજન લઇ ધન્થાતા અનુભવે છે.

૨. કરાડ ડેમ

૩. ચેલાવાડા બાબાદેવ

રણજીતનગર થી આગળ ચેલાવાડા ખાતે આ વિસ્તારના મોટા ભાગના આદિવાસીઓના દેવ- બાબાદેવ નું મંદિર આવેલ છે. જયાં અનેક શ્રદ્રાળુઓ માનતા પુરી કરીને ધન્યતા અનુભવે છે. અને હનુમાનજીનું સ્વયંભુ મંદિર આવેલુ છે.


૨. ગોધરા


ગોધરા ગ્રામ પંચાયત-ગામડાઓ ૧૧૬ વસ્‍તી ૨૬૨૪૯૧ ગોધરા તાલુકા નું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૨૨.૫૬ અને રેખાંશ ૭૨.૮૩ પર આવેલું છે. ગોધરા ની કુલ વસ્‍તી ૨૬૨૪૯૧ છે. ગોધરા નું હવામાન ભેજવાળુ ,વાદળછાયુ, અક્ષ્‍શત ભેજવાળુ તથા સહ હવામાની છે. નદીઓ મહિસાગર, પાનમ, મેસરી, કૂણ. ટુવા ગામ અમદાવાદથી ગોધરા રોડ ઉપર ૧૧૮ કીમી રોડની બનજુમા જ આવેલ છે. ત્‍યા ગરમ ઠડા પણીના કુડ, ભીમના પગલા અને જુના અઇત્‍યાસીક અવશેશો છે. જે વિસ્‍તાર ઇતીહાસમાક્ષ્‍ હેડબ્મ્‍બા વનના વિસ્‍તાર તરીકે જાણીતો છે.

૩. હાલોલ


હાલોલ તાલુકા લગભગ ઉ અક્ષાંશ અને ૨૨.૩ અને ૭૩.૪૩ પુ. રેખાંશ વચ્ચે આવેલો છે. હાલોલ તાલુકા નું ક્ષેત્રફળ ૫૧૯૪૨ ચો. કિ. છે.હાલોલ તાલુકા માંજોવાલાયક સ્‍થળો ૫વાગઢ,તાજ૫રા ,ઘાબા ડુંગરી આવેલો છે. નદીઓ દેવ નદી.

૪. જાંબુધોડા


જાંબુધોડામાં ૫૫ જેટલા ગામો આવેલા છે. જાંબુઘોડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ૫વૅતો :- ધની માતાનો ડુગર છે. જાંબુઘોડા આ તાલુકાનું મુખ્ય મથક છે. મુખ્ય પાકો ડાંગર,મકાઈ,કપાસ,તુવેર,અડદ,શાકભાજી છે. નદી સૂકી.

૫. કાલોલ


કાલોલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કાલોલ આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલુકાનું અક્ષરજ્ઞાન ૬૭.૨૨ ટકા છે. રેલ્વેર લાઇન ૨ કી.મી. લાંબી છે. કાલોલ તાલુકાનું ભૌગોલીક સ્થારન અક્ષાંશ ૨૨.૩૭ રેખાંશ ૭૩.૨૨ છે. તાલુકાની મુખ્ય નદીઓમાં ગોમા, કરડ, રુપારેલ, મેશરી નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો મકાઇ,બાજરી,તુવર, ડાંગર છે.


જોવાલાયક સ્‍થળો

ગૌષ્‍ણેશ્‍વર મહાદેવ

કૃપાલુ સમાધી મંદીર માલવ

હનુમાનજી મંદીર સણસોલી

૬. મોરવા (હડફ)


મોરવા ગ્રામ પંચાયત-ગામડાઓ-૫૧વસ્‍તી-૧૫૨૭૫૧ મોરવા(હ) તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મોરવા(હ) આ તાલુકાનું મુખ્ય મથક છે.  મોરવા(હ) માં ૫૧ જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં હડફ નદી તથા પાનમ નદીનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો ડાંગર , મકાઇ ,તુવર , ચણા છે.


૭. શહેરા


શહેરા ગ્રામ પંચાયત-ગામડાઓ ૯૩ વસ્‍તી૨૩૧૩૨૫ શહેરા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક ગામ છે.  આ એક તાલુકા મથક છે અને પંચમહાલ જિલ્લાના મુખ્ય શહેરોમાંથી એક ગણવામાં આવે છે. લુણાવાડા-ગોધરા માર્ગ પરનું આ વ્યાવસાયિક અને સામાજીક કેન્દ્ર છે. તેના કુલ ગામોની સંખ્યાક ૯૩ છે. ભૌગોલીક સ્થાતન અક્ષાંશ-૨૨.૫૭ રેખાંશ-૭૩.૫૮ છે.

સ્‍થળની વિસ્‍તૃત માહિતીધામીઁક તથા જુનું અને જાણીતું સ્‍થળ છે.તથા શ્રાવણ માસમાં દર સોમવારે તથા જન્‍માષ્‍ટમીના દીવસે મોટોમેળો ભરાય છે. ડેઝર ખાતે મહાશીવરાત્રીના દીવસે મોટો મેળો ભરાય છે.

નદીઓ પનામનદી, મહીનદી, કુણનદી, દસમો કોતર, ચીકણી.૫વૅતો તરસંગ, રેણા, માતરીયાવ્‍યાસ.


Comments

Popular posts from this blog

વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.